પરિચય


બિસ્મિલ્લા હીર્રહમાની ર્રહીમ


"હાદી લાઈબ્રેરી" ગુજરાતી ભાષી લોકો માટે બનાવવામાં આવેલ એક સાધારણ ઓનલાઈન ગુજરાતી પુસ્તકાલય છે, જે ઈ.સ.૨૦૧૦ થી કાર્યરત છે.

કોઈ પણ ધર્મ કે દેશના લોકો લવાજમ ચુકવી MEMBER બની શકે છે.

કુરઆને મજીદ, સાચી હદીસો અને સત્ય એતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત જુદા-જુદા વિષયોને લગતી માહિતી ઈ-બુક્સ, વીડિઓ અને ઓડિયો ફોરમેટમાં એકઠી કરીને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વિવાદાસ્પદ, ઉશ્કેરણીજનક, દુશ્મની કે નફરત ફેલાવતા પુસ્તકો કે સાહિત્ય માટે આ લાઈબ્રેરીમાં કોઈ સ્થાન નથી.

વાંચકો તરફથી મળતા યોગ્ય પ્રતિભાવો, ફીડબેક, સજેસન્સ અને સૂચનો પ્રમાણે સમયાંતરે ફેરફાર અને સુધારા-વધારા કરવામાં આવે છે.

નીતિમત્તા, ચારિત્ર ઘડતર, નૈતિક મુલ્યો અને અખ્લાક સંબંધિત પુસ્તકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

અલ્લાહ તાઆલાની બારગાહમાં દુઆ છે કે, તે આ નાનકડી કોશિશને કબૂલ ફરમાવે અને ચહારદા મઅસૂમીન (અ.)ના સદકા અને વસીલાથી આ કામને સફળતા અને કમાલ સુધી પહોંચાડી આપે. (આમીન)

Sec Top Mockup 2 Sec Bottom Mockup 2